દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭. કૂવો શું ગરવ ધરે


૭. કૂવો શું ગરવ ધરે

મનહર છંદ


કુવો શું ગરવ ધરે તેથી તો તળાવ મોટું,
તળાવથી નદીઓ છે, મોટી એક એકથી,
નદીઓ તે સઘળી સમુદ્રમાં સમાઈ જાય,
આકાશ ભરાય નહિ સમુદ્રો અનેકથી;
એમ એક એકથી અધિક અધિકાઈ ધરે,
વિવેકી તો ઉર એમ વિચારે વિવેકથી;
કહે દલપતરામ જાય અભિમાન આમ,
સમજે પોતાને જ્યારે છોટા છોટા છેકથી.