નયન હ. દેસાઈની કાવ્યસંપદા/ગઝલ : કોલાજ

ગઝલ : કોલાજ

કો’ પારદર્શી ઝુમ્મરનો ઝળહળાટ અથવા -
ઘેરા ગુલાબી રંગનો છે સળવળાટ અથવા -

ભૂરી રીબન ઊડ્યા કરે છે યાદની હજી,
કૉફીના કપમાં ઓગળે છે આસ્ફાલ્ટ અથવા -

કમ્પાર્ટમેન્ટ હોઈ શકે જિંદગીનું કોઈ,
ઝાંખા સમયનો હોઈ શકે તરફડાટ અથવા -

લે, સાંજ તારી બ્રેલિયરની હૂકમાં ઢળી,
ગોરાં સ્તનોની પાંખોનો છે ફડફડાટ અથવા -

કો ન્હાય છે શાવ? નીચે અછવા સૂરજ ઊગ્યો;
ભીના ભીના અવાજનો છે કલબલાટ અથવા -

આંખોમાં કૈં નથી હવે ધુમ્મસની ફ્રેમ છે;
આકાશ લોહીમાં વહે છે ઘડઘડાટ અથવા -