નવલરામ પંડ્યા/સંદર્ભગ્રંથ-સૂચિ


પરિશિષ્ટ : ૨


સંદર્ભગ્રંથો : વિવેચક નવલરામ અંગે

કોઠારી જયંત, ‘વિવેચનનું વિવેચન (૧૯૭૬)-માં નવીન કાવ્યરુચિનો આવિષ્કાર
જોશી રમણલાલ, ‘શબ્દસેતુ’ (૧૯૭૦)
ઝવેરી મનસુખલાલ,‘ થોડા વિવેચનલેખો’ (૧૯૪૪)
દવે જ્યોતીન્દ્ર, ‘વાઙમયવિહાર’ (૧૯૬૪)
પટેલ પ્રમોદકુમાર, ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર’ (૧૯૮૫)
પાઠક જયંત, ‘ભાવયિત્રી’ (૧૯૭૪)
મહેતા હીરા ક., ‘આપણું સાહિત્યવિવેચન’ (૧૯૩૯)
વૈદ્ય વિજયરાય, ‘ગુજરાતી સાહિત્યની રૂપરેખા-૨’ (૧૯૬૭)

ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્ય કોશ ખંડ : ૨’-માં ‘પંડ્યા નવલરામ લક્ષ્મીરામ’ વિશેનું રમેશ શુક્લ લિખિત અધિકરણ : નવલરામના પરના સવિગત પરિચય માટે

નવલરામનાં વિવેચન-સર્જનનાં સર્વ લખાણોનું પહેલું સંપાદન ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘નવલગ્રંથાવલિ’(૧૮૯૧) નામથી ૪ ખંડોમાં કરેલું. (એ ચારે ખંડો એકત્ર-ગ્રંથાલયમાં ઈ-પ્રકાશનરૂપે પણ મૂકેલા છે ). એ પછી હીરાલાલ શ્રોફે શાળા-ઉપયોગી આવૃત્તિરૂપે ૨ ભાગમાં એનું સંપાદન કરેલું (૧૯૧૧) અને નરહરિ પરીખે એની તારણ આવૃત્તિ કરેલી.(૧૯૩૭) છેલ્લે રમેશ શુક્લે નવલરામનાં સર્વ લખાણો ૨ ખંડોમાં પુનઃસંપાદિત કરેલાં છે. આ સંપાદનમાં મુખ્ય સ્રોત તરીકે–

નવલગ્રંથાવલિ ખંડ : ૨, સંપાદક રમેશ મ. શુક્લ,
ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન, સુરત, ૨૦૦૬

-નો ઉપયોગ કર્યો છે. –સં.