પન્ના નાયકની કવિતા/હિમ-યોગ

૪. હિમ-યોગ

કેટલો બધો—
નજરનેય ધવલ ઉજ્જ્વલ કરી દે
એટલો બધો
પથરાયેલો
સ્નો ચારેકોર!
ને છતાંય
એનો
કેવો નીરવ રણકાર—
જાણે કવિના ચિત્તમાં શબ્દનો અણસાર...