પરકમ્મા/સૌરાષ્ટ્રી તેતર
ખેડૂત હતો. નવા પાકના તલ લાગ્યો. વહુને કહે કે સોઈ રાખો, આજ તો તલ ખાવા છે. રાતે ઘેર જઈ ખાવા બેસતાં તલ ઓછા થયા દીઠા. વહુ કહે, તમારી બેન ખાંડતાં ખાંડતાં બૂકડાવી ગઈ. વગર વિચાર્યે બહેનને મારી નાખી. પછી તલ ભરી જોયા તો બરાબર થયા. બહેનના શબ પાસે બેસી ભાઈ ઢંઢોળવા લાગ્યો— ઊઠ બેન! ઊઠ બેન! તલ તેતલા તલ તેતલા તલ તેતલા ઊઠ બેન, તલ તો તેટલા ને તેટલા જ છે. બહેન ન ઊઠી. ભાઈ મરીને તેતર સરજાયો. તેતરના અવતારમાં પણ વણજંપ્યો એ બોલ્યા જ કરે છે— તલ તેતલા તલ તેતલા તલ તેતલા મારાં સભાજનોની સામે હું આ બેઉ ટુચકા ટાંકી બતાવતાં થાકતો નથી. એવા સામ્ય ધરાવતા ટુચકાઓએ મારી રસેન્દ્રિયને હમેશાં પુષ્ટ કર્યા કરી છે. લાંબી લોકવાર્તાના સ્તંભો
રાજા રાજ ને પરજા સુખી રાજાના ખાતો ખાય ને ભારતો ભરે રાજ્યનું જાણને લાખ વર્ણન ને અજાણને સવાલાખ.
સિતેર ખાન ને બોંતેર ઉમરાવ ખખા દોતિયા રાજસભાનું મેતા મસુદ્દી વર્ણન કારભારી ચોપદાર હોથલા ટીંબા જેવું : સૂવરનાં ટોળાંએ ઉજ્જડ કરેલ ફૂલવાડી. સૂવરે વિચાર કર્યો : ઘેંશનાં હાંડલાં શું ફોડવાં? બાર ચોકું અડતાલીસ ગાઉમાં ફડાકા મારી રહ્યું છે : (વન) રૂઝ્યુંકુંઝ્યું વખત છે : (સાંજ) સવા પાશેર અફીણનું બંધાણ : (રાજાની સ્થિતિ) ઘોડાને— હે દેવમુનિ! તારી કાનસૂરીએ ચોકડું રાખું છું એક બીજા ઘોડાની ગંધ આવી. ઘોડે હાવળ મારી. પાણી પીધું ત્યાં બત્રીસ કોઠે દીવા થયા જૂઈનાં ફૂલ જેવા ચોખા પાણી મોર્ય મોજડી ઉતાર મા : (ટાણું આવ્યા વિના ઉતાવળો ન થા) છ ઘાત : ૧ – વડલાની ૪૮ મણની ડાળ માથે પડશે ૨ – સોનાનો વેઢ : તંબોળિયો નાગ ૩ – ડુંગર બે સામસામા ભટકાય ૪ – સામૈયાનો ઘોડો આવે રોડું હેઠ રાજા ને ઉપર ઘોડું ૫ – શે’રનો દરવાજો પડે ૬ – રાતે તંબોળિયો નાગ જેઠો રાવળ એક લાંબી લોકકથાના સ્તંભો છે આ. (દાદાજીની વાતો : વાર્તા પહેલી : મનસાગરો) એ વાર્તાઓ કહેનાર માણસની મુખાકૃતિ, હાવભાવ, નીચું જોઈને અર્ધમીંચેલી આંખે પ્રવાહબદ્ધ વાર્તા કરવાની બાળવૃદ્ધરંજક છટા, વાર્તા કહેતાં કહેતાં પરિપૂર્ણ આત્મવિસ્મૃતિ : એક વાર કહે, બે વાર કહે, ગમે તેટલી વાર કહે – એક શબ્દ પણ ખડે નહિ એવી તો કંઠસ્થ : અવાજ ઊંચોનીચો થાય નહિ, એકધારો સ્વર અનાડમ્બરી છટાથી વહ્યા કરે. નહિ વચ્ચે કોઈ વ્યસનની આદત, નહિ આડીઅવળી વાત કરવી, નહિ પલનો પણ પોરો આ વાર્તાઓની જ બનેલી એની દુનિયા હતી. સાચી જીવનસૃષ્ટિમાં જાણે એ શ્વાસ લેતો નહોતો, ચાય રાણપુરમાં ધોળાંકૂલ વસ્ત્રે મળે, ચાય પાંચાળમાં ચોમાસે ભિંજાયેલો લદબદ લૂગડે ભેટે : અણિયાળીનો જેઠો રાવળ એનો એ જ હતો, એકરંગીલો હતો. વિક્રમની વાતો, મનસાગરા અને બધસાગરાની વાતો, એ બધી અદ્ભૂતરસિક વાતો એ એનું સમગ્ર જગત હતું. એની પાસેથી કરી કાઢેલાં, ઉપર મૂકેલ છે તેના જેવાં ટુંકાંટચ ટાંચણમાંની દાદાજીની વાતો લખી, ને આજે અઢાર–વીસ વર્ષે, છેક જર્જરિત બની ગયેલાં ન્યુસપ્રિન્ટનાં પતાકડાં પર એની પાસેથી ટપકાવેલા વાર્તા–મુદ્દાઓને બેસારી બેસારી, હમણાં ‘રંગ છે બારોટ!’ ની વાત લખી-પ્રકટ કરી છે. અણિયાળીનો જેઠો રાવળ મરી ગયો છે. કાઠીઓનો વહીવંચો હતો. આ લોકકથાઓમાં જે પ્રાસંગિક વર્ણન–છટા જુઓ છો તે તેની છે. બારોટનું વિશ્વવર્ણન પણ પાનાં ફરે છે, અને જેઠા રાવળની જીભથી ટપકતું ગયું તેમ તેમ એ ઝડપ કરીને ઉતારેલું એક વિચિત્ર વિશ્વવર્ણન નીકળી પડે છે– ચૌદચાળો કચ્છ નવલખો હાલાર સાત હજાર ગુજરાત બાણું લાખ માળવો નવ સરઠુંના ધણી નવ ખંડ ધરતી છન્નું કરોડ પાદર આ પ્રથમીને માથે અરબસ્તાણ-તેનાં માણસો વાનુમુખાં ફરગાણ–તેનાં સુહાનમુખાં (શ્વાનમુખાં) મુંગલાણ–તેનાં વાનરમુખાં હબસાણ–તેનાં સૂવરમુખાં નીર સમુદ્ર, ખીર સમુદ્ર, વેતાચળ સમુદ્ર, ખારા સમુદ્ર, મીઠા સમુદ્ર, ઓરંગધા સમુદ્ર, દધિ સમુદ્ર. એટલા સમદર છે આ પૃથવીને માથે. અઠકળ પરબત : ધૂણાગર, હેમાળો, અદિયાગર, રેવતાચળ. અદિયાગર પરબત ઉપર સૂરજનારા’ણ માળા ફેરવે છે. ત્યાં ભેટડી ભથ (ભેખડ) છે માટે કહેવાય છે કે– ‘હે ભેટડીના ભાણ!’ મેરૂ પરબતને સાત ટુંક છે : હમવત (હેમનું), ગધમાર, ઉમામેર, સત્ર, ઊંચક, માળવ. પે’લે ટુંકે બ્રહ્મા વસ્યા બીજે ટુંકે અઠાશી ઋષિ વસ્યા ત્રીજે ટુંકે ચત્રવચત્ર મેળા વસ્યા ચોથે ટુંકે ચંદરમા વસ્યા પાંચમે ટુંકે કે વૃધવાસી વસ્યા છઠ્ઠે ટુંકે સૂરજ વસ્યા સાતમે ટુંકે નારા’ણ વસ્યા મેરૂ કેટલોક લોઢાનો, કેટલોક ત્રાંબાનો, કેટલોક સોનાનો.