પરકીયા/સાંજ ઢળે


સાંજ ઢળે

સુરેશ જોષી

સાંજ ઢળે – ચારે બાજુ શાન્ત નીરવતા;
ખડ મુખે લઈ એક પંખી જાય ઊડ્યું ગુપચુપ;
ખેતરને રસ્તે થઈ ચાલી જાય ધીરે ધીરે બળદગાડી
આંગણું ભરાઈ ગયું સોનેરી ઘાસના ઊંચા ગંજે.

હોલા આખા જગતના ઘૂ ઘૂ કરે હિજલના વને
જગત આખાનું રૂપ વળગ્યું છે ઘાસે
જગત આખાનો પ્રેમ આપણા બે જળ તણા ઉરે
આકાશ છે વિખેરાયું શાન્તિ થઈ આકાશે આકાશે.