સુરેશ જોષી
પેલી ઝાકઝમાળ બારી આગળ બેઠેલાં બે જણ કોણ છે? હું અને મારી છાયા – અમે બે માત્ર. દીવા જ્યારે બુઝાઈ જશે, જ્યારે સૂઈ જવાની વેળા થાશે જ્યારે મારી છાયા સુધ્ધાં મને તરછોડીને મારાથી ક્યાંક દૂ…ર…દૂ…ર લપાઈ જશે. એવો દુ:ખી છું હું, આવી છે મારી યાતના!