પરિભ્રમણ ખંડ 2/ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત

ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત


ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ [1] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
…વહુ [2] (બેન) ગોર્ય પૂજશે રે.




  1. અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.
  2. અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.