પરિભ્રમણ ખંડ 2/બીજ માવડી

બીજ માવડી



અજવાળી બીજનું આ નાનકડું વ્રત છે. મહિને મહિને બીજનો ચંદ્ર ઊગે. તેને આકાશમાંથી પારખી લેવા છોકરાં ટોળે વળે. રૂપાના તાંતણા જેવી પાતળી ચંદ્રલેખાને જોતાં જ છોકરાં બોલે :

         બીજ માવડી!
         ચૂલે તાવડી
         બે ગોધા ને એક ગાવડી