તમે પત્રમાં ચીતર્યો’તો પ્રશ્નાર્થ, મેં ચીતર્યું’તું આશ્ચર્ય; પછી તમે પત્રમાં ચીતર્યું’તું આશ્ચર્ય, મેં ચીતર્યો’તો પ્રશ્નાર્થ; હવે કશું ચીતરવા – કરવાનું રહ્યું ? હવે માત્ર પૂર્ણવિરામના મૌનમાં જ સરવાનું રહ્યું. ૨૦૦૫