પૂર્વાલાપ/૯૬. કુસુમની બીમારી


૯૬. કુસુમની બીમારી


કુસુમ મારું કરમાય, અરર! હૈયું ભરમાય;
ઊંડું ઊંડું શરમાય : સખે, શું કરું હવે?

“દાવાનલમાં દેશનાં બહુ બહુ કુસુમ હણાય!
સહુ તે જીવન પામવા તાતા સમીપ તણાય!”

શ્રુતિ સ્વર્ગોની તોય, ભુવન જેનાથી સ્હોય,
નયનધારા તે લ્હોય, સખે શું કરું હવે?

સૌમ્ય સ્નેહોને ધામ : એકલાને આરામ;
કુસુમ નીરખું તે આમ! સખે, શું કરું હવે?