પ્રથમ સ્નાન/પ્રતિ-ગીત
પોલા પાવામાંથી નીસર્યો પીયો ઘોડલે રે.
ઘોડો ઘેરી ઊભા ગલગોટા અંબોડલે રે.
ઊભા બજારે બજાણી નાચે દોરડે રે.
મોટો પંખીડો છે બેઠો છાતી ટોડલે રે.
વીંધે વીંધે રે શિકારી સુવ્વર ટાંટિયો રે.
મૂકી છાશ વલોણી દોરી ગાજે હાથિયો રે.
નાની અંકોલીના ઝાડે, વાડે ચોરટા કરે.
મારી અંબે માના આવી પોં’ચ્યા નોરતા રે.
આવો આવો રે શતરંજી રાજા શેહમાં રે.
બેઠી ભૂખ્યા જણની રહેમ મારા દેહમાં રે.