પ્રથમ સ્નાન/વિજોગનું ગીત

વિજોગનું ગીત


દેશમાં ચાંદ, દેશમાં સૂરજ, દેશમાં રાણી રાતની, માલમ,
સાબદો સાગર, ભરકિનારો, વા’ણ ઉપાડો, દેશમાં હાલો.
અમે તો દેશ કીધાં પરદેશ,
રે અમે, પારકે દેશે ફરતાં હાફિસ-ટેશણ-ગેટ.
ભખ્ પિયોટે સાવ અજાણાં લોક વચાળે ઊપડે ગાડી,
દંન બધોયે પામતા રે’તા પરદેશીનાં હેત.
રાતરે, છોડી ફાળિયું, ઓઢી ફાળિયું, એલા,
સાંકડે ઉંબર ફરતા રે’તા.
સાવરે સૂકા કૂંડા-માટી-ધૂળ વચાળે,
ક્યાંય ખીલેલા, ક્યાંઈ ખરેલા, ક્યાંઈ સૂકેલા
ફૂલને અમે શોધતા રે’તા.
લાલ રે નણથી સપનાં ખરતાં, મરતાં, બની જાય અજાણ્યાં પ્રેત
રે માલમ દેશમાં હાલો માલમ.
ભર શિયાળે થીજતો મારો ઠાકરડો દરવાન, રે માલમ, દેશમાં હાલો.
દેશમાં ઊના વાયરા, ચારણ ડાયરા, ને ગરમાવો, રે માલમ દેશમાં હાલો.

૧૯૬૮