બારી બહાર/૬૩. શાને ?


૬૩. શાને ?

અનેક જલધારાના તારે મેઘ તણું ગાજે છે ગાન :
સૂર વિના કાં અંતર રે’તું ? સૂતો રે’તો શાને પ્રાણ ?

સાત સાત રંગોની આજે નભથી ધરણી થાય કમાન,
તો યે શાને રંગ વિનાનો રે’તો મારો આજે પ્રાણ ?

હેલે આજે સરવર ચડતાં; નદી, ઝરણ, થાયે ગતિમાન;
તો યે શાને સ્થિર થઈને બેસી રે’તો આજે પ્રાણ ?

પર્વત હૈયાં દ્રવતાં આજે, ઠામ ઠામ જીવનની તાન;
કોણ શુષ્કતા આવી આજે આમ કરી દેતી વેરાન ?