બાળ કાવ્ય સંપદા/આવ રે, મેવલા !
આવ રે, મેવલા !
લેખક : જતીન્દ્ર આચાર્ય
(1916-1998)
આવ રે, મેવલા ! વારી જાઉં,
ઝરમર વરસે બઉ હરખાઉં.
મુશળધારે રેલમછેલ,
થનગન મોરલો, રૂમઝૂમ ઢેલ.
કલકલ ઝરણાં, ખલખલ ની૨,
ધસમસ નદિયું તોડે તીર.
ઝગમગ વીજળી રૂપલા રેલ,
આભલિયામાં તરતી મેલ.
નીતરે નેવલાં નાહવા જાઉં,
આવ રે, મેવલા ! વારી જાઉં.