બાળ કાવ્ય સંપદા/ઝાડ રે ઝાડ !
ઝાડ રે ઝાડ !
લેખક : ચંદ્રકાન્ત શેઠ
(1938-2024)
ઝાડ રે ઝાડ !
તું ઈશ્વરનો પાડ !
તારાં માટીમાં મૂળ,
તારે ડાળ ડાળ ફૂલ.
તારું થડ છે ટટાર,
તારે પાંદડાં અપાર.
તને મીઠાં ફળ થાય,
બધાં હોંશભેર ખાય.
તું ધરતીનું બાલ,
તને કરતાં સૌ વ્હાલ.
ઝાડ રે ઝાડ !
તારો દુનિયા પર પાડ !