બે દાયકા ચાર કવિઓ


Be Dayka Char Kavio cover.jpg


બે દાયકા ચાર કવિઓ

ચિનુ મોદી

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

‘મારા સમકાલીન કવિ' (૧૯૭૩) શ્રેણી અંતર્ગત ચિનુ મોદીએ લખેલી ચાર લઘુપુસ્તિકાઓ અહીં સંવર્ધિત સ્વરૂપે ‘બે દાયકા ચાર કવિઓ' (૧૯૭૪) શીર્ષકથી પ્રકાશિત થઈ છે. આ પુસ્તકમાં મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સમીક્ષા સાંપડે છે. કવિની કવિતા વિશે તારણો આપ્યા વગર એમાંથી એક સહ્રદય ભાવક તરીકે પસાર થઈને લેખકે ઐતિહાસિક વિગતો સાથે જે-તે કવિની વિશેષતાઓ દર્શાવવાનો ઉપક્રમ અહીં રાખ્યો છે. લેખક આ ચાર કવિઓ સાથે ખૂબ નિકટનો સંબંધ ધરાવતા હોવાથી અને એમની સર્જનપ્રક્રિયાના પણ પ્રત્યક્ષ સાક્ષી રહ્યા હોવાથી આ અભ્યાસમાં લેખકનો વૈયક્તિક અવાજ પણ ઉમેરાયો છે. આધુનિક કવિતાને સમજવા માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી થઈ પડશે. — અનંત રાઠોડ