ભારતીયકથાવિશ્વ-૩/વસુદેવહિંડીની કથાઓ/મહાપુંડ્રકુમારનો જન્મ


મહાપુંડ્રકુમારનો જન્મ

આ પ્રમાણે ચિન્તન કરીને ફરી વાર વિષયમાં આસક્ત થયેલો હું નિરુત્સુકપણે વિહાર કરવા લાગ્યો. અવિરુદ્ધ સુખના સેવનથી મુદિત મનવાળી અને શોભાયમાન કુમુદિની જેવી દેવી સગર્ભા થઈ. ચિકિત્સકોએ સૂચવ્યા પ્રમાણેનું ભોજન લેતી અને જેના દોહદ પૂરા કરવામાં આવ્યા છે એવી તેણે રાજાનાં લક્ષણોવાળા પુત્રને જન્મ આપ્યો. પ્રજા પણ આનંદિત થઈ. ઉત્સવ કરવામાં આવ્યો. તે પુત્રનું મહાપુંડ્ર એવું નામ પાડવામાં આવ્યું. પુત્રના દર્શનથી આનંદિત થયેલા મારો આ પ્રમાણે સુખપૂર્વક સમય વીતતો હતો.

બાલચન્દ્રાએ આ કથા કહી.