ભારતીય કથાવિશ્વ૧/દેવતાઓ અને વાણી


દેવતાઓ અને વાણી

સોમ રાજા ગંધર્વો પાસે હતા. દેવતાઓ અને ઋષિઓએ વિચાર કર્યો કે આ સોમ રાજા આપણી પાસે કેવી રીતે આવે? વાણીએ કહ્યું, ‘ગંધર્વોને સ્ત્રીઓ બહુ ગમે છે. હું સ્ત્રી બની જઈશ. તમે સોમના બદલામાં મને વેચી દેજો.’ દેવતાઓએ કહ્યું, ‘અમે તારા વિના — વાણી વિના — કેવી રહીએ?’ ત્યારે વાણીએ ફ્રી ક્હ્યું, ‘તમે મને વેચી દો. જો તમે ઇચ્છશો તો હું તમારી પાસે પાછી આવી જઈશ.’ તેમણે એમ કર્યું અને એક અત્યન્ત નગ્ન સ્ત્રીના રૂપે તેમણે વાણીને વેચી સોમ લઈ લીધો. (ઐતરેય બ્રાહ્મણ પાંચમો અધ્યાય, પ્રથમ ખંડ)