ભારતીય કથાવિશ્વ૧/શૌવ સામની કથા


શૌવ સામની કથા

એક વેળા બક અથવા ગ્લાવ ઉદ્ગીથ ગાવા વસતીથી દૂર એક સરોવર પાસે ગયો. બક ઋષિ પર કૃપા કરવા કોઈ ઋષિ ધોળા કૂતરાના વેશે આવ્યા. બીજા નાના કૂતરાઓએ તેમને કહ્યું, ‘ભગવન્, અમારા માટે અન્ન સર્જો.’ એટલે એ ઋષિએ તેમને બીજે દિવસે આવવા કહ્યું. બક ઋષિ તે ધોળા કૂતરાની રાહ જોવા લાગ્યો. સવારે બધા કૂતરા એકબીજાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. પછી બધા કૂતરાઓ બોલ્યા, ‘અમે ઓમ ખાઈએ છીએ. ઓમનું પાન કરીએ છીએ. અમારા માટે અન્ન સર્જો.’

(છાંદોગ્ય ઉપનિષદ, ૧૨, ૧)