ભારતીય કથાવિશ્વ૧/સંસારનું મહત્ત્વ દર્શાવતી કથા


સંસારનું મહત્ત્વ દર્શાવતી કથા

તારું મન વિવસ્વાનના પુત્ર યમની પાસે બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન દ્યુલોકમાં અને પૃથ્વીલોકમાં બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન ચારે બાજુથી તપતી ભૂમિમાં બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન ચારે દિશાઓમાં બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન જલથી ભરેલા સમુદ્ર પાસે બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન ચારે બાજુ ફેલાયેલાં કિરણો સુધી બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે તારું મન જળમાં તથા ઔષધિઓમાં બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન સૂર્ય પાસે, ઉષા પાસે બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન મોટા મોટા પર્વતોની પાસે બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન આ સમસ્ત સંસાર પાસે બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન દૂરથીય દૂર, એનાથીય દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. તારું મન ભૂતકાળમાં, ભવિષ્યમાં બહુ દૂર દૂર ચાલી ગયું છે. તેને પાછું લાવીએ છીએ, કારણ કે તું સંસારમાં નિવાસ કરવા માટે જીવે છે. (ઋગ્વેદ મંડળ ૧૦, ૫૮)