ભારતીય કાવ્યસિદ્ધાંત/વ્યંજનાપ્રતિપાદન

વ્યંજનાપ્રતિપાદન

વ્યંજનાની કલ્પના આલંકારિકોને વૈયાકરણોના સ્ફોટવાદ ઉપરથી આવી છે. [૯] શબ્દોથી સ્ફોટ અભિવ્યક્ત થાય છે, એમ વૈયાકરણો કહે છે. આલંકારિકોને સ્ફોટવાદ સ્વીકાર્ય નથી, પણ શબ્દની વ્યંજનાશક્તિ તેઓ સ્વીકારે છે. પણ શબ્દની આવી વ્યંજનાશક્તિ સ્વીકારવી આવશ્યક છે? – આવો પ્રશ્ન ઘણાએ ઉઠાવ્યો છે.