મંગલમ્/ઝંબર ઝંબર

ઝંબર ઝંબર

ઝંબર ઝંબર વરસે રે ઝંબર
ધરતીને અંબર વણઝારા
લીલું લીલું થયું રસીલું
ધરતી કેરું ઘર વણઝારા
ઓ રે ઓ રે ઓ રે વણઝારા (૪)…ઝંબર૦

કાલે સિધાયો આજે આયો (૨)
આયો તેવો ગગને છાયો (૨)
તારા ઘૂઘરાના રણકે રણકારા (૨)
ઓ રે ઓ રે ઓ રે વણઝારા…ઝંબર૦

તરસી ધરાનું ખાલી ખપ્પર (૨)
વરસી-વરસી છપ્પર છપ્પર (૨)
ઓ રે ઓ રે ઓ રે વણઝારા (૪)…ઝંબર૦