મંગલમ્/રંગ ગમ્યો રે ગલાલ
રંગ ગમ્યો રે ગલાલ
卐
રંગ ગમ્યો રે ગલાલ
卐
હે…વનની વનરાઈમાં ને ઘેરી અમરાઈમાં
ફાગણ ફૂલડે ઘેરાય
હો મને રંગ ગમ્યો રે ગલાલ…
વનની વેલુડીઓ ઝૂમી ઝૂમી જાયે
પડતી વસંતની પાર
ફૂલોના રૂપે સુગંધી ભર્યા ધૂપે
કેવી કીધી રે કમાલ…હો…
મારા જીવનને એવું રંગો જાણે
પડી પટોળે ભાત
લાગ્યો એ રંગ મારા આખા જીવનને
એવો એ લાલમ લાલ…હો…