મંગલમ્/વીરને રે લોલ
વીરને રે લોલ
રક્ષા બાંધું છું મારા વીરને રે લોલ
હૈયામાં હોંશ ના સમાય રે. રક્ષા…
વાદળ વીંટેલી આજ ચાંદની રે લોલ
ભૂલું ના તોયે મારી ભોમ રે. રક્ષા…
સરિતા ફૂંકાય શાન્ત વહેણમાં રે લોલ
તોયે ફૂંકાય મારો વીર જો. રક્ષા…
પરમ પિતાના વીર આપણે રે લોલ
સહોદર બેઉ ભાઈ-બહેન રે. રક્ષા…
પ્રેમે બાંધું આજ રાખડી રે લોલ
જુગ જુગ જીવો મારા વીર રે. રક્ષા…