મંગલમ્/હે… સુંદર સુંદર

હે… સુંદર સુંદર



હે જી તમે

હે… સુંદર સુંદર હા… હા…
સૂરજ સુંદર, ચાંદો સુંદર
સુંદર સરિતા ને સરોવર
વિભુ હશે તો કેવા સુંદર
એવું થાતું મુજ મનમાં…

હે… ફૂલો સુંદર, વાડી સુંદર,
સુંદર સંધ્યા ને સાગર…વિભુ૦

હે… ઉષા સુંદર, નિશા સુંદર,
સુંદર વન ઉપવન ગિરિવર…વિભુ૦

હે… માછલી સુંદર, પંખી સુંદર,
સુંદર ધરતી શાંત સમીર…વિભુ૦

હે… કવિતા સુંદર, જીવન સુંદર,
સુંદર તારા આભ વિશાળ…વિભુ૦

હૈ… ભાષા સુંદર, આશા સુંદર,
સુંદર હૈયું ને માનવ…વિભુ૦