મણિશંકર દલપતરામ અધ્વર્યુ

અધ્વર્યુ મણિશંકર દલપતરામ, ‘મનુ કવિ': તેમણે ભરથરી રાજા, ઓત્રાકુંવરી, દ્રૌપદી ચીરહરણ, બારડોલી વિજય વગેરે વિશે લાંબા સંવાદાત્મક ગરબાઓનો સંગ્રહ ‘ભારત જ્યોતિ ગરબા' (૧૯૨૮) તથા વાડાસિનોરના રાજાનો પ્રજા પરનો જુલમ વર્ણવતું ૧૮ કડીનું ‘વાડાસિનોરનો રાજા કે રાક્ષસ યાને જુલમથી લુંટાયેલી પ્રજાની લાજ' (૧૯૨૨) કાવ્ય આપ્યાં છે.