મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૪)
પદ (૨૪)
નરસિંહ મહેતા
હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે,
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઈક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હસીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હંુ તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હંુ તો હરિમુખ જોઈ ફૂલી રે.
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હંુ તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હંુ તો મહાપદવીને પામી રે,
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.