મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૬)
પદ (૪૬)
નરસિંહ મહેતા
રાત રહે જાહરે પાછલી ખટઘડી, સાધુ પુરુષે ત્યારે સૂઈ ન રહેવુØ;
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ, ‘એક તુØ, એક તુØ’ એમ કહેવુØ.
રાત
જોગિયા હોય તેણે જોગ સØભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા,
વેદિયા હોય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હોય તેણે કૃષ્ણ ભજવા.
રાત
સુકવિ હોય તેણે સદÖગ્રØથ બાØધવા, દાતાર હોય તેણે દાન કરવØુ;
પતિવ્રતા નારીએ કØથને પૂછ્યુØ, કØથ કહે તે તો ચિત્ત ધરવØુ.
રાત
આ પેરે આપણા ધર્મ સØભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી;
નરસૈંના સ્વામીને સ્નેહથી સમરતાØ ફરી નવ અવતરે નર ને નારી.
રાત