મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૭)
પદ (૭)
રમણ સોની
પાવલો પારે
પાવલો પારે હરિગોપાળ, જશોમતી હૂલરાવે બાલ. પાવલો.૧
પગ ઉપર પગ ધરતી સહી, ડગમગ પગ માંડે શ્રીપતિ. પાવલો.૨
સાંઈડું દઈ હરિને દૃઢપણે, ક્ષણક્ષણ પ્રત્યે જાવે ભામણે. પાવલો.૩
મુખ ચુંબે અતિ સ્નેહ કરી, એમ રમાડે જનની હરિ. પાવલો.૪
વળી વળી પગ ઉપર હરિ ચઢે, ગોપી સહુ જાએ દુખડે. પાવલો.૫
ભાલણપ્રભુની ક્રીડા ઘણી, બાલક રૂપે વિશ્વનો ઘણી. પાવલો.૬