મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૧)
પદ (૧૧)
મીરાં
બોલે ઝીણા મોર
બોલે ઝીણા મોર, રાધે! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર.
દાદુર મોર બપૈયા બોલે, કોયલ કરે કલશોર.
કાલી બદરિયાંમેં બિજલી ચમકે, મેઘ હુવા ઘનઘોર.
ઝરમર ઝરમર મેહુલો વરસે, ભીંજે મારા સાળુડાની કોર.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર! પ્રભુજી મારા ચિતડાનો ચોર.