મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૪)
પદ (૨૪)
મીરાં
અબોલા
તમે અબોલા શીદ લ્યો છો રાજ?
અમને દુ:ખડાં શીદ દ્યો છો રાજ?
તમે અમારા, અમે તમારાં, વળી દોષ શું દ્યો છો રાજ?
અમૃત પાઈ ઉછેર્યાં વહાલા, વિખ ઘોળી શું દ્યો છો રાજ?
ઊંડે કૂવે ઉતાર્યાં વહાલા, છેહ આમ શું દ્યો છો રાજ?
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, ક્દયકમલમાં રહો છો રાજ.