મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૫)


પદ (૨૫)

મીરાં

મારું મનડું વીંધાણું
મારું મનડું વીંધાણું, રાણા! ચિતડું ચોરાણું, રાણા! શું રે કરું?
શું રે કરું? વિષ પીધે ના મરું, હો રાણા,          શું રે કરું?

નિંદા કરે છે મારી, નગરીના લોક રાણા!
તારી શિખામણ હવે મારે મન ફોક, રાણા!          શું રે કરું?

ભરી બજારમાંથી હાથી ચાલ્યો જાય, રાણા!
શ્વાન ભસે છે તેમાં હાથીને શું થાય, રાણા!          શું રે કરું?

ભૂલી-ભૂલી હું તો ઘરનાં રે કામ, રાણા!
ભોજન ન ભાવે, નયણે નિંદ છે હરામ, રાાણા!          શું રે કરું?

બાઈ મીરાં કહે પ્રભુ! ગિરિધર નાગર વહાલા!
પ્રભુને ભજીને હું થઈ ગઈ ન્યાલ, રાણા!          શું રે કરું?