મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૬)
પદ (૨૬)
મીરાં
કામ છે, કામ છે
કામ છે, કામ છે, કામ છે , રે ઓધા! નહિ રે આવું, મારે કામ છે.
શામળિયો ભીને વાન છે રે. ઓધા
આણી તીરે ગંગા ને પેલી તીરે જમના, વચમાં ગોકુળિયું ગામ છે રે. ઓધા
સોનું રૂપું મારે કામ ન આવે, તુલસી તિલક પર ધ્યાન છે રે. ઓધા
આગલી પરસાળે મારો સસરો પોઢે, પાછલી પરસાળે સુંદર શ્યામ છે રે. ઓધા
મીરાંબાઈ કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણકમળમાં મારો વિશ્રામ છે રે. ઓધા