મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૪૧)
પદ (૪૧)
મીરાં
બંસીવારા આજ્યો મ્હારે દેસ, થારી સાંવરી સુરત પ્યારો બેસ.
આઊં–આઊં કર ગયા સાંવરા, કર ગયા કૌલ અનેક;
ગિણતા-ગિણતા ઘસ ગઈ મ્હારી આંગળિયારી રેખ.
મૈં બૈરાગિણ આદિકી જી થારે, મ્હારે કદકો સનેસ;
બિન પાણી બિન સાબુણ, સાંવરા હોઈ ગઈ ધોઈ સપેદ.
જોગણ હોય જંગલ સબ હેરુ, તેરા નામ ન પાય ભેસ;
તેરી સુરતકે કારણે, મ્હેં ધર લિયા ભગવા ભેસ.
મોર-મુગટ પીતાંબર સોહૈ ઘૂંઘરવાળા કેસ,
મીરાં કે પ્રભુ ગિરિધર મિલિયાં, દૂનો બઢૈ સનેસ.