મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧)
પદ (૧)
બંગલો
અડવડ દડવડ નગારાં વાગે,
હર હર ગોમતી ગાજે રે, બંગલા ફક્કડ બનાયા. – અડવડ
વાણે ચડીને વીરે ઈંટું મંગાવી.
ઈંટુંના ઓરડા ચણાવો રે, બંગલા ફક્કડ બનાયા. – અડવડ
વાણે ચડીને વીરે સોપારી મંગાવી,
સોપારીની પૂરણી પુરાવો રે, બંગલા ફક્કડ બનાયા. – અડવડ
વાણે ચડીને વીરે કુંકુ મંગાવ્યાં,
કંકુની ગાર્યું કરાવો રે, બંગલા ફક્કડ બનાયા. – અડવડ
વાણે ચડીને વીરે લવિંગ મંગાવ્યાં
લવિંગનાં જાળિયાં મેલાવો રે, બંગલા ફક્કડ બનાયા. – અડવડ
વાણે ચડીને વીરે એળચી મંગાવી,
એળચીની બારિયું મેલાવો રે, બંગલા ફક્કડ બનાયા. – અડવડ