મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૧૮)


પદ (૧૮)

અદલાબદલી
મારી સગી રે નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો.

મારી નાની નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો.
દેતા જાજો રે, દિલ લેતા જાજો. – મારી

વાણીડાના હાટનો લીલો રૂમાલ મારો દેતા જાજો.
દેતા જાજો રે, દિલ લેતા જાજો. – મારી

ચોકસીના હાટનો પીળો રૂમાલ મારો દેતા જાજો.
દેતા જાજો રે, દિલ લેતા જાજો. – મારી