મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/લોક-ગીતકારો પદ (૨૪)
પદ (૨૪)
નિમંત્રણ
રાધાજીનાં ઊંચા મંદિર નીચા મો’લ,
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી! ગરબે રમવા આવો!
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.
ત્યાં છે મારા રૂપસંગ ભાઈની ગોરી
હાથડીએ હીરા જડ્યા રે લોલ.
ત્યાં છે મારા માનસંગ ભાઈની ગોરી
પગડીએ પદમ જડ્યાં રે લોલ.
ત્યાં છે મારા ધીરસંગ ભાઈની ગોરી
મુખડલે અમી ઝરે રે લોલ.
રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ
ઝરૂખડે દીવા બળે રે લોલ.
રાધા ગોરી! ગરબે રમવા આવો!
સાહેલી સહુ ટોળે વળે રે લોલ.