મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૧૭.જાનકીબાઈ


૧૧૭.જાનકીબાઈ

જાનકીબાઈ
એમણે કૃષ્ણલીલાનાં પદો રચ્યાં છે.
૧ પદ

૧-રાગ કલ્યાણ.
બાંહ ગ્રહ્યાકી લાજ, પ્રભુ બાંહ ગ્રહ્યાકી લાજ.          ટેક

આજ સુધી હું અજાણી હુતી, પ્રભુ મેં ઓળખીયા છે આજ.          પ્રભુ બાંહ૦

ભાર ભર્યો લેખે અલેખે, પાણી ઉપર ઝાંઝ.          પ્રભુ બાંહ૦

ઘણી સાહે કીધી વનમાં, આપ્યું અવિચળ રાજ.          પ્રભુ બાંહ૦

કહે જાનકી હું પામર પ્રાણી, સરીયાં હમારાં કાજ.          પ્રભુ બાંહ૦