મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨૨.રૂપાંદે


૧૨૨.રૂપાંદે

રૂપાંદે
સંત કવિ.કોઇ ઉમરસીનાં શિષ્યા
૧ પદ

આ રે કાયાનો હીંડોળો રચીયો, ઝગમગ ઝોલાં ખાય રે માયલા...

આ રે કાયાનો હીંડોળો રચીયો, ઝગમગ ઝોલાં ખાય રે માયલા!
ચેતી ચાલો ભાઈ રે...
ચેતી ને ચાલશો તો પાર લંઘી જાશો આ ભવ સાગરની માંય રે માયલા!
 ચેતી ચાલો ભાઈ રે...
કાયાવાડીની હુઈ ગઈ તૈયારી, સુકરત કર મારા ભાઈ રે માયલા!
ચેતી ચાલો ભાઈ રે...
કાયાવાડીનો કિલ્લો લુંટાશે, આંખ ફરૂકી તારી જાય રે માયલા!
ચેતી ચાલો ભાઈ રે...
બાલાપણ બચપનમાં ખોયું, તારું જોબન ઝોલાં ખાય રે માયલા!
ચેતી ચાલો ભાઈ રે...
બુઢો થયો રે ત્યારે માળા પકડી, સોઈ ગત ભારી થાય રે માયલા!
ચેતી ચાલો ભાઈ રે...
આ રે મારગડે અનેક નર સિધ્યાં, તોળી રાણી સાધ કેવાય રે માયલા!
ચેતી ચાલો ભાઈ રે...
ગુરુ પ્રતાપે રૂપાંદે બોલ્યાં, માલદેની વિનંતી સુણાય રે માયલા!
ચેતી ચાલો ભાઈ રે...