મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨૫.ભાદુદાસ
૧૨૫.ભાદુદાસ
ભાદુદાસ
કોઈ ભક્ત રામદાસના શિષ્ય . પ્રબોધક પદો રચ્યાં છે.
૧ પદ
સહેજે સહેજે આનંદઘન પ્રગટ્યા, પછી લહેરમાં લહેર સમાણી;
કોટિ જનમની મટી કલ્પના, ગુરુની થઈ ઓળખાણી;
નૂર નિરંતર નજરે ભાળ્યા, પરિબ્રહ્મ લીધા જાણી. સંતો૦
હીરા માણેક ને મોતી પરવાળાં, એ નીકળી ગઈ ખાણી,
અનુભવ-દીવો જ્યારે કરમાં લીધો, ત્યારે પારસમણિ દરસાણી. સંતો૦
સદ્ગુરુ મુજ પર અઢળક ઢળિયા, બતાવી સરવે એંધાણી,
સહેજે સહેજે પિયુને પામી, પૂરણ પ્રીત બંધાણી. સંતો૦
કેટલીક વાતો મુખએ વખાણું, આ તો અગમ ઘરની નિશાની,
રામદાસ-ચરણે જાણે ભાદુદાસ, જ્યાં ન પહોંચે વેદવાણી. સંતો૦