મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૬. આંબાજી/આંબો છઠ્ઠો
૩૬. આંબાજી/આંબો છઠ્ઠો
ઝાલા રાજવી આંબાજી, કબીરપંથમાં દીક્ષા પછી ષટ્પ્રજ્ઞદાસ. એથી પદોમાં નામછાપ‘આંબો છઠ્ઠો’. અધ્યાત્મભાવનાં પદોના રચનાર. ૧ પદ સતનાં જળ સીંચજો એવાં સતનાં જળ સીંચજો રે માનવી તો મૂળ વિનાનાં ઝાડ છે. પ્રેમનાં પાંદડાં ને દયાની ડાળ્યું રે – એવાં૦ પૂન્યનાં મૂળ પિયાળ છે રે ધરમ વિના તમે ઢળી પડશો ને વેળાએ કરોને નિવાડ રે. – એવાં૦ સુકરિત ફૂલ છે ગુલાબનાં રે તરત લાગ્યાં દો ને ચાર રે ફાલ્યો ફૂલ્યો એક વરખડો ને વેડનવાલા હુશિયાર. – એવાં૦ એ ફળ ચાખે એ તો ચળે નહીં ને અખંડ રે’વે એનો આ’ર રે પરતીત તો જેની પરલે હોશે થહ હોશે એના થાય રે. – એવાં૦ જાણજો તમે કાંક માણજો મનખો નો આવે વારંવાર રે આંબો છઠો એમ બોલિયાં ને રે સપના જેવો છે સંસાર રે. – એવાં૦