મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૭૨.ત્રિકમસાહેબ


૭૨.ત્રિકમસાહેબ

ત્રિકમદાસ (ઈ. ૧૮મી સદી ઉત્તરાર્ધ): રવિભાણ સંપ્રદાયમાં ખીમસાહેબના શિષ્ય આ કવિ અંત્યજ જાતિના કવિઓમાં અગ્રણી ગણાયેલા ને સંતત્વને લીધે પાછળથી વિશેષ ગૌરવભર્યું સ્થાન પામેલા. ગુરુમહિમા અને યોગમાર્ગી આત્મ-અનુભૂતિ એમનાં પદો-ભજનોના મુખ્ય વિષયો છે. એમનાં પદો ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ રચાયેલાં છે.