મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ કૃપા અંગ


કૃપા અંગ

અખાજી

એક અફીણ બીજો સંસારી રસ, અધિક કરે ત્યમ આપે કસ.
જ્યમજ્યમ અધિકું ખાતો જાય, ત્યમ અંગે અક્કલે હીણો થાય.
જો મૂકે તો મૂકે સરે, નહિ તો અખા તે ખાતો જ મરે.          ૧૧૬