મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સ્વસ્વરૂપ અંગ


સ્વસ્વરૂપ અંગ

અખાજી

પ્રીછે તો ગુણપારે રહે, ગુણમાં આવે તેને ભે.
જે ઊડ્યો જાયે આકાશ, તેને નોહે પૃથ્વીના પાશ.
અખા એમ સમજ્યો તે હરિ, તેને સરખી દરી સુંદરી.          ૪૩

અહંબ્રહ્મ જાણીને રહે, શબ્દપ્રવાહમાં શાને વહે?
વસ્તુવિચાર વિણ અન્ય અભ્યસે, જ્યમ કંચન કથીરે રસે.
અખા શમી રહે તું તુજમાંય, બીજાની ન વળગેશ બાંય.          ૪૪