મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /આનંદઘન પદ ૪
પદ ૪
આનંદઘન
નિશાની કહા બતાવું રે, તેરો અગમ અગોચર રૂપ.
રૂપી કહું તો કછુ નહિ રે, બંધે કૈસે અરૂપ?
રૂપારૂપી જો કહું પ્યારે, ઐસેં ન સિદ્ધ અનૂપ.
સિદ્ધ સરૂપી જો કહું રે, બંધન મોક્ષ વિચાર,
ન ઘટે સંસારી દશા પ્યારે, પુણ્ય પાપ અવતાર.
સિદ્ધ સનાતન જો કહું રે, ઉપજે વિણસે કોણ?
ઉજે વિણસ જો કહું પ્યારે, નિત્ય અબાધિત ગૌન.
સર્વાંગી સબ નય ધણી રે, માચે સબ પરમાન,
નયવાદી પલ્લો ગ્રહી પ્યારે, કર લરાઈ ઠાંન.
અનુભવગૌચર વસ્તુકો રે, જાણવો યહ ઈલાજ,
કહન સુનનકો કછુ નહિ પ્યારે, આનંદધન મહારાજ.