મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૨

પદ ૨

ત્રિકમસાહેબ

સાધુ તારો સંગડો
સાધુ તારો સંગડો ન છોડું મેરે લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

કપડા બી ધોયા સંતો, અંચબા બી ધોયા,
જબ લગી મનવો ન ધોયો મેરે લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

દિલમાં લાગી સંતો, જોયું મેં જાગી હે જી
ખેલતાં માળે ઘેરી, ગગન ગાજે મેરે લાલ,
લાલમાર દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

વસ્તીમાં રેના સંતો, માંગીને ખાના જી
ટુકડે મેં એ ટુકડા કરી દેના મેરે લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

હે...જી કૂડી રે આ કાયા સંતો, એમાં
માનસરોવર હંસો ઝીલન આયો લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો

‘ત્રિકમસાહેબ’ ગુરુ ખીમને ચરણે,
હે...જી સંત મળ્યા છે સોહાગી મેરે લાલ,
લાલ મારા દિલમાં લાગી વેરાગી જી...સાધુ તારો સંગડો