મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૩


પદ ૩

ત્રિકમસાહેબ

પ્રેમની કટારી
પ્રેમની પ્રેમની પ્રેમની રે,
વાલે મારે, મન મારી કટારી પ્રેમની રે.

સોના ઈંઢોણી ને રૂપા બેડલું,
શિર પર છે ગાગર હેમની રે,
મને મારી કટારી પ્રેમની રે.

ઓલી કોર ગંગા, આની કોર જમના,
ત્યાંથી જાવું મારે કેમની?
મને મારી કટારી પ્રેમની રે.

પેરલ પીતામ્બર, શિર પર છત્ર,
હાથે પેરલ વીંટી હેમની–
મને મારી કટારી પ્રેમની રે.
કહે ત્રિકમ ખીમ કેરા ચરણે,
વાત પૂછું છું હેમખેમની રે–
મને મારી કટારી પ્રેમની રે.