મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ત્રિકમસાહેબ પદ ૫


પદ ૫

ત્રિકમસાહેબ

વસતી મેં રેનાં અબધૂત

વસતી મેં રેનાં અબધૂત માગીને ખાનાં... એ જી
ઘરોઘર અલખ જગાના મેલે લાલ!
લાલ! મારા દિલમાં સંતો લાગી વૈરાગી. – માન૦

માન સરોવર હંસા ઝીલન આયો જી!
ઇંદરીકા બાંધ્યા અબધૂત! જોગી ન કે’નાં એ જી!
જબ લગ મનવો ન બાંધ્યો મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી.          – માન૦

કપડા બી ધોયા અબધૂત! અંચલા બી ધોયા એ જી
જબ લગ મનવો ન ધોયો મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી.          – માન૦

ખીમ કેરા ચેલા અબધૂત! ત્રિકમદાસ બોલિયા જી
સાધુડાને જુગતિમાં રેનાં મેરે લાલ!
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી.          – માન૦

લાગી વૈરાગી સંતો, જોયું મેં તો જાગી રે,
લાલ મેરા દિલમાં લાગી વૈરાગી.          – માન૦