મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /પ્રીતમ પદ ૫

પદ ૫

પ્રીતમ

આનંદમંગળ કરું આરતી
આનંદમંગળ કરું આરતી, હરિગુરુ સંતની સેવા;
પ્રેમ કરી મંદિર પધરાવું, સુંદર સુખડાં લેવા.
આનંદ...
તીરથ સહુ સાધુને ચરણે, ગંગા જમુના રે’વા;
મહા મોટા સંત પતિતપાવાન, સુખના સાગર જેવા.
આનંદ...
રત્નકુંભ ઘન વાજાં ભીતર, આનંદરૂપી એવા;
ત્રિભુવન તારણ ભક્ત ઉદ્ધારણ, મુહુરત અકળ અમેવા.
આનંદ...
અખંડજ્યોત ઘટબાજી અંતર, નિત્યનિરંતર એહવા;
કહે પ્રીતમ ઓળખો અણસારે, હરિજન હરિના જેહવા.
આનંદ...